વ્હાલી દિકરી યોજના દીકરીઓને મળશે રૂ.1,10,000/- ની સહાય – જાણો કેવી રીતે અને ક્યાં કરશો ઓનલાઈન અરજી
હેતુ દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, શિક્ષણનો વ્યાપ વધારવો, દીકરીઓનું બાળલગ્નો અટકાવવા વગેરે
લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.
દીકરીનો જન્મદરમાં વધારવો કરવો. દીકરીના શિક્ષણને ઉતેજન આપવું. દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું. બાળલગ્ન થતા અટકાવવા. દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.
લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ. દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે. માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે. માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે. બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.