ટ્રેક્ટર ટ્રેલર સહાય યોજના 2025 ખેડૂત મિત્રો માટે શ્રેષ્ઠ તક, આજે જ કરો અરજી

અરજી શરૂ: 24 એપ્રિલ 2025 છેલ્લી તારીખ: 15 મે 2025

ખેડૂતોએ ખેતીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર ટ્રેલર માટે સહાય મળશે. સહાય સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા થશે.

અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના પૂરતી પારદર્શિતા સાથે ચલાવવામાં આવે છે.

કોણ અરજી કરી શકે? ગુજરાત રાજ્યનો કોઈપણ નોંધાયેલ ખેડૂત ખેડૂત પાસે ખેતી લાયક જમીન હોવી જરૂરી અગાઉ આ સહાય યોજનાનો લાભ ન લીધો હોય

જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ 7/12 અને 8અ ઉતારા ખેડૂત પાસપોર્ટ સાઈઝ ફોટો બેંક પાસબુકની નકલ મોબાઈલ નંબર ટ્રેક્ટર ટ્રેલર ખરીદવાનો કોટેશન

પગલું 1: ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ. પગલું 2: યોજનાઓ વિભાગમાંથી "ખેતીવાડી અને સંલગ્ન સેવાઓ" પસંદ કરો.

પગલું 3: "ટ્રેક્ટર ટ્રેલર સહાય યોજના" પસંદ કરો અને "અરજી કરો" પર ક્લિક કરો. પગલું 4: જો અગાઉ નોંધણી કરી છે તો "હા" પસંદ કરો અને લોગિન કરો. જો નહીં તો "ના" પસંદ કરીને નવી નોંધણી કરો.

પગલું 5: અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો. પગલું 6: ફોર્મ સબમિટ કરો અને અરજી નંબર સાચવી રાખો.