Vahli Dikri Yojana Gujarat 2025 વ્હાલી દિકરી યોજના દીકરીઓને મળશે રૂ.1,10,000/- ની સહાય – જાણો કેવી રીતે અને ક્યાં કરશો ઓનલાઈન અરજી

Vahli Dikri Yojana Gujarat 2025 દીકરીઓને મળશે રૂ.1,10,000/- ની સહાય – જાણો કેવી રીતે અને ક્યાં કરશો ઓનલાઈન અરજી ગુજરાત સરકારે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે, જેમાં સરકાર દ્વારા દીકરીઓને રૂ. 1,10,000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના મુખ્યત્વે દીકરીઓના શિક્ષણ અને વૈવાહિક જીવનમાં મદદરૂપ બને તે માટે બનાવવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના : ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી હતી. આ યોજનામાં લાભાર્થીઓને રૂ .1,10, 000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે. હવે અમે તમને વ્હાલી દીકરી યોજના 2025 સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે આ યોજના માટે અરજી કરી શકશો.

Vahli Dikri Yojana Gujarat 2025

  • યોજનાનું નામ: Vahli Dikri Yojana Gujarat 2025
  • રાજ્ય: ગુજરાત
  • હેતુ: દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, શિક્ષણનો વ્યાપ વધારવો, દીકરીઓનું બાળલગ્નો અટકાવવા વગેરે
  • સહાય : 1,10,000/- રૂપિયા
  • કોને લાભ મળે : ગુજરાત ની દીકરીઓ
  • અરજી નો પ્રકાર : ઓફલાઈન
  • સત્તાવાર વેબસાઇટ : wcd.gujarat.gov.in

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.

Vahli Dikri Yojana Gujarat 2025 નો હેતુ

વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.

1.      દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.

2.      દીકરીના શિક્ષણને ઉતેજન આપવું.

3.      દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.

4.     બાળલગ્ન થતા અટકાવવા.

5.  દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.

લાભાર્થીની પાત્રતા | Vahli Dikri Yojana Gujarat 2025 Eligibility

આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  2. દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  3. દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  4. માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  5. એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
  6. માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  7. બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

લી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ । Vahli Dikri Yojana Gujarat Benefits

Vahli Dikri Yojana Gujarat 2025 કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.

સહાયમાં હપ્તા અંગેની વિગતકેટલી અને ક્યારે સહાય મળશે?
પ્રથમ હપ્તા પેટેલાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટેલાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટેદીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.  

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ | Document Required of Vahli Dikri Yojana Gujarat

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.

1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ

4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. સ્વ-ઘોષણાનો નમૂનો

9. અરજદારના રેશનકાર્ડની નકલ.

10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક


વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે.  જે અન્‍વયે Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે. હવે, એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

        સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ-ઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે. જેનો નમૂનો ડાઉનલોડની લિંક દ્વારા કરી શકાશે.

How to Online Application Vahli Dikri Yojana Gujarat 2024 | વ્હાલી દીકરી યોજના 2024 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

            વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.

Vahali Dikari Yojana Online Application On Digital Gujarat Portal
  • સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
  • જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” અથવા “જન સેવા કેન્‍દ્ર” માં જઈને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ભરવાની આપવાનું રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ ઓરીજનલ આપવાના રહેશે.
  • ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્‍ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
  • ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
  • છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી?

મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના SSO લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે?અરજી કરનારની કચેરીનું સરનામું
VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે.ગ્રામ્ય પંચાયત ખાતે
તાલુકા મામલતદાર ઓપરેટરતાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે. અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને અરજી કરવાની રહેશે.
જિલ્લા કક્ષાએ ઓપરેટરજિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.

વહાલી દીકરી યોજના 2024 pdf ક્યાંથી મેળવવું

કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahli Dikri Yojana Gujarat PDF Form તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.

1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે

2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને ફોર્મ મેળવી શકાશે તથા Online Application પણ કરી શકાશે.

3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.

Vahali Dikri Yojana Form Download

Vahli Dikri Yojana Gujarat Important Links

SubjectLinks
Official WebsiteWCD Gujarat
Application FormVahli Dikri Yojana Form Download

FAQ Vahli Dikri Yojana Gujarat

વ્હાલી દીકરી યોજના શું છે?

વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવેલ યોજના છે. આ યોજના હેઠળ, નાણાકીય સહાય આ પદ્ધતિથી આપી શકાય છે: દીકરીના જન્મ સમયે, પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે, અને 18 વર્ષ પૂર્ણ થાય ત્યારે કુલ રૂ. 1,10,000/- ની સહાય.

વ્હાલી દીકરી યોજના હેઠળ કેટલો નાણાકીય સહાય મળશે?

જન્મ સમયે: રૂ. 4,000/-
પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે: રૂ. 6,000/-
18 વર્ષ પૂર્ણ થયા પછી: રૂ. 1,00,000/-
કુલ મીલીને રૂ. 1,10,000/- ની સહાય મળશે.

વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા શું છે?

માતા-પિતા ગુજરાત રાજ્યના નાગરિક હોવા જોઈએ.
માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2,00,000/- થી ઓછી હોવી જોઈએ.
આ યોજના માંગણી માત્ર બે દીકરીઓ માટે માન્ય છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

સત્તાવાર વેબસાઇટ (https://gujarat.gov.in) પર જાઓ.
“વ્હાલી દીકરી યોજના” વિભાગમાં ફોર્મ ભરો.
જરૂરી દસ્તાવેજો સાથે અરજી સબમિટ કરો.

અરજદાર માટે જરૂરી દસ્તાવેજો કયા છે?

દીકરીનું જન્મ પ્રમાણપત્ર
માતા-પિતા ના આવકનો દાખલો
આધાર કાર્ડ
બેંક ખાતાનું વિગત

આ યોજનાનો હેતુ શું છે?

યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓને શિક્ષણમાં આગળ વધારવા, તેમના વૈવાહિક જીવનમાં સહાય પૂરી પાડવી અને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે છે.

3 thoughts on “Vahli Dikri Yojana Gujarat 2025 વ્હાલી દિકરી યોજના દીકરીઓને મળશે રૂ.1,10,000/- ની સહાય – જાણો કેવી રીતે અને ક્યાં કરશો ઓનલાઈન અરજી”

Leave a Comment