Tractor Sahay Yojana 2024: આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

Tractor Sahay Yojana 2024: ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને 25મી ઓક્ટોબરથી સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે.(વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસમાં અરજીઓ કરી શકાશે)આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

Tractor Sahay Yojana 2024

Tractor Sahay Yojana 2024: કૃષિ વિકાસ તરફ ગુજરાતનો અભિગમ અલગ અલગ ખેડૂત લક્ષી યોજનાઓમાં દેખાઈ આવે છે, જેમાં ટ્રેક્ટર સહાય યોજના મુખ્ય છે, કારણકે ટ્રેક્ટરની જરૂર ખેડૂતને અવારનવાર પડતી હોય છે. પાક વાવવાથી લઈ જમીનને ખેડવા સુધી ટ્રેક્ટરની ઉપયોગ કરવામાં આવે છે. જેથી ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી, આ સરકારી યોજનાની મદદથી ખેડૂતો આધુનિક સાધનો, ખાસકરીને ટ્રેક્ટર ખરીવામાં આવતા ઘણા પડકારોનો સામનો કરી શકે છે. આ આર્ટિકલમાં અમે ટ્રેક્ટર સહાય યોજનાને લાગતી માહિતી આપીશું.

વિભાગકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત
યોજનાનું નામTractor Sahay Yojana Gujarat
યોજનાનો હેતુંઆધુનિક મશીનરીનો ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદકતા વધારવા બાબત
લાભાર્થી  ખેડુતો
અરજીની રીતઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Tractor Sahay Yojana 2024 ખેડૂત ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

ટ્રેક્ટર સહાય યોજના આપવાનુ મુખ્ય કારણ ઘણા ખેડૂતો દ્વારા કરવામાં આવતી આર્થિક સમસ્યાઓ છે, જેના લીધે ખેડૂતો તેમની ખેતીમાં આધુનિકીકરણ કરવામાં સક્ષમ નથી હોતા. આ યોજના આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. ખેડૂતોને ખેત ઉત્પાદન અને આવક વધારવા માટે વ્યાપક સહાય પ્રણાલીની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.

Tractor Sahay Yojana 2024 ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો નીચે પ્રમાણેના દસ્તાવેજો ની જરૂર પડશે

આધાર કાર્ડ
ચૂંટણી કાર્ડ
રેશનકાર્ડ
જાતિ નો દાખલો
આવકનો દાખલો
પાકુ લાયસન્સ
ફોટો

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • Ikhedut Portal યોજના માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
  • Ikhedut Portal સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
  • અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • આઈ ખેડૂત પોર્ટલ યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
tractor Sahay Yojana અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment