Scheme for Agriculture Tools/Equipment અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના

Scheme for Agriculture Tools/Equipment અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના ગુજરાત સરકાર ખેડૂતના હિતમાં અવિરત પણે કામ કરી રહી છે. આ માટે અનેક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતની આવક બમણી કરવાનો છે. હવે ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડીમાં ઉપયોગી સાધન માટે પણ યોજના ચલાવવામાં આવે છે.

જેવી કે રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના, ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના જેવી યોજનાનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ યોજના હેઠળ કયા સાધન માટે સહાય મળે છે તેની માહિતી મેળવીશું.

Scheme for Agriculture Tools/Equipment

ખેતીમાં આધુનિક ઓજાર/સાધન આવવાથી ખેડૂતી કાર્યક્ષમતામાં વધારો થયો છે. તેમજ તેના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો પણ થાય છે. તેથી ખેડૂત એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. ગુજરાત સરકાર દ્વારા ઓજાર/સાધન માટે સહાય યોજના ચલાવવામાં આવી છે. અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

યોજનાનો હેતુ

ખેતી કામ કરવા માટે અનેક ઓજાર અને સાધનની જરૂર પડે છે. ખેડૂત પાસે ખેતી માટે પૂરતા ઓજાર અને સાધન હોય તો તે સરળતાથી ખેતી કરી શકે છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને અન્ય ઓજાર/સાધન જેવાકે પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ, સ્ટબલ શેવર, મલ્ચરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.

Highlight Point

યોજનાનું નામઅન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને અન્ય ઓજાર/સાધન જેવાકે પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ, સ્ટબલ શેવર, મલ્ચરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ, સ્ટબલ શેવર, મલ્ચરની ખરીદી માટે અલગ-અલગ સહાય આપવામાં આવે છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ————–

યોજનાની પાત્રતા અને નિયમો  

અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.  

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 7 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

સામાન્ય વર્ગના ખેડૂતો માટે મળવા પાત્ર લાભો

  • પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીનના કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૧૬ હજાર થી ૬૦ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
  • સ્ટબલ શેવરના કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૬૪ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
  • મલ્ચરના કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૫૩,૮૦૦ થી ૧.૧૨ લાખ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.

નાના/સિમાંત/મહિલા/અનુ. જાતિ-જનજાતિના ખેડૂતો માટે મળવા પાત્ર લાભો

  • પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીનના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર થી ૭૫ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
  • સ્ટબલ શેવરના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૮૦ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
  • મલ્ચરના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૬૭,૨૦૦ થી ૧.૪૦ લાખ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.

Scheme for Agriculture Tools/Equipment કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?   

I khedut Portal પર ચાલતી અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ તમે Anyror Gujarat પરથી ડાઉનલોડ કરી શકો છો.
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબर

How To Online Apply Scheme for Agriculture Tools/Equipment | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે khedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-1 અન્ય ઓજાર/સાધન પર ક્લિક કરવું.  
  • Home Page : CLICK HERE
How To Online Apply Scheme for Agriculture Tools/Equipment | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
  • જેમાં અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.   
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.   

FAQ

અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.

Leave a Comment