Assistance Scheme for Sargava Cultivation in Gujarat 2024 સરગવા ખેતી સહાય યોજના 2024 અરજી કેવી રીતે કરશો અને કઈ સહાય મળશે ભારતએ ખેતીપ્રધાન દેશ છે. દક્ષિણ ભારતમાં ઘણા રાજયોમાં સરગવાની ખેતી થાય છે. કેટલાક વર્ષોથી ગુજરાતમાં ઉત્તરોત્તર સરગવાની ખેતી પ્રચલિત થતી જાય છે અને તેનો વ્યાપ વધતો જાય છે. આ ઝાડમાં ચોમાસું ઉતરતા શિયાળામાં કૂલ આવે છે અને શિંગો જાન્યુઆરી માસથી ઉતરવાની શરૂઆત થાય છે અને માર્ચ – એપ્રિલ માસમાં મોટા પ્રમાણમાં શિંગો તૈયાર થાય છે.
ગુજરાત સરકાર દ્વારા સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવી સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આ પાક તરફ આકર્ષિત કરીને તેમની આવકમાં વધારો કરવાનો છે. અગાઉના લેખોમાં આપણે સ્ટ્રોબેરી, મશરૂમ ઉત્પાદન અને ઔષધિય તેમજ સુગંધિત પાકોના વાવેતર માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય યોજનાઓની ચર્ચા કરી હતી. આજના લેખમાં, આ સહાય યોજના 2024 અંતર્ગત સરગવાની ખેતી માટે સરકાર શું સહાય પૂરી પાડે છે અને તેમાં ખેડૂત મિત્રોને કેવા લાભ મળી શકે છે, તેની વિગતવાર માહિતી મેળવીશું.
Assistance Scheme for Sargava Cultivation in Gujarat
કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે, જે બાગાયતી વિભાગ દ્વારા Ikhedut Portal પર ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. “સરગવા ખેતી સહાય યોજના” પણ આવી જ એક યોજના છે, જેમાં સરગવાની ખેતીમાં રોકાયેલા ખેડૂતોને વિવિધ પ્રકારની સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે. આ યોજનાના ફાયદા શું છે, અરજી કરવાની પ્રક્રિયા કેવી છે, અને કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે – એ બધું અહીં વિગતવાર જાણવા મળશે.
Important Point Sargava Cultivation in Gujarat
યોજનાનું નામ | સરગવાની ખેતી માટે સહાય યોજના 2024 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે. |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 4000/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 8500/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/10/2024 |
Sargava Cultivation in Gujarat યોજનાનો હેતુ
ગુજરાતના ખેડૂતોને સરગવાની વાવેતર તરફ આગળ વધારવા માટે આ યોજના ચલાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે.
Sargava Cultivation in Gujarat યોજનાની પાત્રતા અને નિયમો
- સરગવાની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- પ્લાંન્ટીંગ મટીરીયલ માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાંટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.
- રાજ્યમાં પુરતા પ્રમાણમાં NHB દ્વારા નર્સરીનું એક્રીડીએશન ના થાય ત્યાં સુધી ખેડુતો પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાંટીંગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
- ખેડૂત લાભાર્થી દીઠ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
Sargava Cultivation in Gujarat સરગવાની ખેતી માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 6૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 12,750/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 6૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 12,750/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 4૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 8500/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
Assistance Scheme for Sargava Cultivation in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
ikhedut Portal પર ચાલતી સરગવાની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
- આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
સરગવાની ખેતી માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
સરગવાની ખેતી માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈ-ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- ત્યારબાદ “શાકભાજી પાકોમાં વાવેતર માટે” એના પર ક્લિક કરો.

- “શાકભાજી પાકોમાં વાવેતર માટે” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 સરગવાની ખેતીમાં સહાય પર ક્લિક કરવું.
- જેમાં સરગવાની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
FAQ
શું છે સરગવા ખેતી સહાય યોજના?
સરગવા ખેતી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ યોજના છે, જે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે, ખાસ કરીને સરગવા જેવા પાક માટે.
આ યોજનામાં કોને લાભ મેળવી શકશે?
આ યોજનાનો લાભ કોઈપણ ગુજરાતના ખેડૂત, જે સરગવાના પાકનું ઉત્પાદન કરે છે અથવા કરવાનું ઇચ્છે છે, તે મેળવી શકે છે.
આયોજના હેઠળ શું ફાયદા મળી શકે છે?
આ યોજનામાં ખેડૂતોને પ્લાન્ટ સામગ્રી, ખાતરો, જંતુનાશકો, સિંચાઈ માટે સાધનો વગેરે માટે સહાય પૂરી પાડવામાં આવે છે.
કેવી રીતે આ યોજનામાં અરજી કરી શકાય?
આ યોજનામાં અરજી કરવા માટે ખેડૂતોને Ikhedut Portal પર લોગિન કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.