Mahila samriddhi Yojana 2025 : મહિલા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ ભરવાનું શરૂ, જાણો અરજીની રીત

Mahila samriddhi Yojana 2025 : મહિલા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ ભરવાનું શરૂ, જાણો અરજીની રીત મિત્રો તો આજના યુગની આપણે વાત કરીએ તો મહિલાઓ પણ હવે ઘણા બધા પ્રકારના વ્યવસાયો અને રોજગાર સાથે જોડાયેલા હોય છે તો કેટલીક મહિલા આવેલી છે કે જેમને વ્યવસાયો ચાલુ કરવા માટે આર્થિક જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આપણે આજે એવી યોજના વિશે વાત કરવાના છીએ જેની થકી મહિલાઓને વ્યવસાય કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે તો આ યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના કે જેના થકી સરકાર દ્વારા મહિલાઓને વ્યવસાય માટે સહાય આપવામાં આવે છે. અને આ યોજનાની અંદર અત્યારે અરજી ફોર્મ ભરવાના ચાલુ છે તો મિત્રો આ વેરા વિશે આપણે સંપૂર્ણ માહિતી આ લેખની અંદર મેળવીશું.

મહિલા સમૃદ્ધિ યોજના 2025 Mahila samriddhi Yojana 2025

તો મિત્રો આ યોજના થકી મહિલાઓ નાના નાના વ્યવસાયો કરી શકે છે જેવા કે કરિયાણાની દુકાન, બ્યુટી પાર્લર, દરજીકામ અને ભરત કામ જેવા તે સિવાયના ઘણા બધા વ્યવસાયો છે કે જે મહિલાઓ કરી શકે છે. આવા નાના નાના વ્યવસાયો કરી અને મહિલાઓ પોતે રોજગાર મેળવી શકે અને તેઓ આર્થિક રીતે આત્મા નિર્ભર પણ બની શકે છે. તેવા હેતુઓ સાથે ગુજરાત સરકાર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના બહાર પાડવામાં આવેલી છે. કે જે યોજના થકી મહિલાઓને ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.

મહિલા સમૃદ્ધિ સહાય 2025 Mahila samriddhi Yojana 2025

મહિલા સમૃદ્ધિ યોજના ની અંદર મહિલાઓને ધિરાણ એટલે કે લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર રૂપિયા એક લાખ સુધીનું લોન મહિલાઓને વ્યવસાય કરવા માટે આપવામાં આવે છે. વ્યવસાય માટે લોન આપવામાં આવે છે તેથી તેના ઉપર વ્યાજ પણ લગાવવામાં આવશે. તો આ યોજનાની અંદર લીધેલ લોન ઉપર વાર્ષિક 4% નું વ્યાજ દર લગાવવામાં આવશે.

મહિલા સમૃદ્ધિ યોજના 2025 ના લાભ

Mahila samriddhi Yojana 2025 ગુજરાત સરકારના ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. તેથી આ યોજનાની અંદર જે કોઈપણ સફાઈ કામદાર છે અને સફાઈ કામદાર કરનારના બાળકો છે મહિલા તેમને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર રહેશે. કોઈપણ કેટેગરીના સફાઈ કામદારો માટે આ યોજનાનો લાભ મળી શકશે. યોજના નો લાભ મેળવવા માટે મુખ્ય પાત્રતા કે તે સફાઈ કામદાર અથવા તો તેમના બાળકો હોવા જોઈએ.

મહિલા સમૃદ્ધિ યોજના 2025 માટે જરૂરી ડોક્યુમેન્ટ

Mahila samriddhi Yojana 2025 અંદર અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.

  • અરજદાર નો આધારકાર્ડ
  • અરજદાર નું રેશનકાર્ડ
  • રહેઠાણના પુરાવા માટે કોઈપણ એક ડોક્યુમેન્ટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાસબુક અથવા તો કેન્સલ ચેક ની નકલ
  • સફાઈ કામદાર છો તે અંગે નો દાખલો

મહિલા સમૃદ્ધિ યોજના 2025 ની અંદર અરજી

Mahila samriddhi Yojana 2025 અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. તે ઓનલાઇન અરજી કરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈ અને અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે અને તે પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે. પછી તે અરજી અને ડોક્યુમેન્ટ તમારે 31 ઓગસ્ટ 2024 પહેલા તમારા જિલ્લામાં આવેલ સફાઈ કામદાર કચેરી વિકાસ નિગમ ની અંદર જમા કરાવવાના રહેશે.

તો મિત્રો આ યોજના ગુજરાતમાં રહેતા છે સફાઈ કામદાર છે તેમના માટે છે અને જે કોઈ પણ આ યોજના માટે લાભ લેવા માંગતા હોય તે યોજનાની અંદર ફોર્મ ભરી અને લાભ મેળવી શકે છે.

FAQ Mahila samriddhi Yojana 2025

મહિલા સમૃદ્ધિ યોજના શું છે?

મહિલા સમૃદ્ધિ યોજના એક સરકારી યોજના છે, જે ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદાર મહિલાઓ અને તેમના સંતાનો માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સ્વરોજગાર માટે રૂ. 1,25,000 સુધીનું લોન ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે.

મહિલા સમૃદ્ધિ યોજના 2025 લાભ કોણ લઈ શકે?

મહિલા સમૃદ્ધિ યોજના 2025 લાભ મુખ્યત્વે ગુજરાતમાં વસતા સફાઈ કામદાર અને તેમના બાળકો લઈ શકે છે.

લોનની રકમ કેટલી મળે છે?

મહિલાઓને રૂ. 1,25,000 સુધીનું લોન આપવામાં આવે છે, જેમાં વાર્ષિક 4% વ્યાજ દર લાગુ પડે છે.

અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

ઓનલાઇન અરજી માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જવું.
ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે અપલોડ કરવું.

મહિલા સમૃદ્ધિ યોજના ફોર્મ ભરવા માટે ?

મહિલા સમૃદ્ધિ યોજના ફોર્મ ભરવા માટે મો.7383620613 પર કોલ કરો યા WhatsApp મેસેજ કરો.

3 thoughts on “Mahila samriddhi Yojana 2025 : મહિલા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ ભરવાનું શરૂ, જાણો અરજીની રીત”

  1. Yadi Aisa Hai To Hamen bahut jarurat hai mujhe bahut pareshani uthani padati hai ghar chalane mein yadi ho to Kripa Karen mere pass Jyada document Nahin Hai ration card Nahin Hai Jyada Kuchh Bhi Nahin Hai Aadhar Card aur PAN card hoga aur kuchh Jyada nahin hai mere pass check Bhi Nahin Hai passbook Bhi Nahin Hai Ek Chhota Sa account hai maine thoda chalu kar Mahindra Kotak Bank Mein vahi hai bus

    Reply

Leave a Comment