ikhedut portal Gujarat 2024: આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજના @www.ikhedut.gujarat.gov.in

ikhedut portal Gujarat 2024: આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજના @www.ikhedut.gujarat.gov.in આઈ ખેડૂત પોર્ટલ (Ikhedut Portal) ગુજરાત સરકારની એક પહેલ છે જે ખેડૂતોને વિવિધ કૃષિ યોજનાઓ અને સહાયતા માટે એક મંચ પર પ્રવેશ આપવામાં મદદ કરે છે. જેના માટે આ પોર્ટલ બનાવેલ છે. રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી પણ અરજી કરી શકે છે.

ikhedut portal Gujarat 2024: આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજના 2024

પોસ્ટનુ નામ ikhedut portal Gujarat પર અરજી કેવી રીતે કરવી
વિભાગનું નામકૃષિ, સહકાર અને ખેડૂત ક્લ્યાણ વિભાગ
પોસ્ટની ભાષાગુજરાતી અને English
પોર્ટલનો ઉદ્દેશખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે, તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે.
લાભાર્થીની પાત્રતાગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓ
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાનું પ્રકાર ઓનલાઈન

Ikhedut Portal Gujarat નો હેતુ

Ikhedut Portal Gujarat નો હેતુ રાજ્યના ખેડૂતોની આવક ડબલ કરવા માટે સરકાર સતત કામ ચાલુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ તમામ ખેડૂત યોજનાઓના Online Form એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો અરજી કર શકે, તે હેતુથી ikhedut portal Gujarat બનાવવામાં આવેલ છે. ikhedut portal Gujarat થી ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે.

Ikhedut Portal Gujarat વિવિધ વિભાગોની યોજનાઓ

આ Ikhedut Portal Gujarat પર વિવિધ વિભાગોની યોજનાઓ મૂકવામાં આવે છે.

  • ખેતીવાડી ની યોજનાઓ
  • પશુપાલનની યોજનાઓ
  • બાગાયતી યોજનાઓ
  • મત્સ્ય પાલન ની યોજનાઓ
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ
  • આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
  • ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
  • સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  • ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
  • ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

Ikhedut Portal Gujarat જરૂરી ડોક્યુમેન્‍ટ

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે Ikhedut Portal Gujarat બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. આઈ ખેડૂત પોર્ટલ પરની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

How to Online Apply for Ikhedut Portal Gujarat Registration | કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?

  • સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે.
  • જેમાં લાભાર્થીઓએ “Ikhedut Portal Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • Google માં જે આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal Gujarat ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં વિવિધ યોજના આવશે. જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમ કે, “બાગાયતી વિભાગ” ની ઓનલાઈન અરજી કરવાની હોય તો, તેના પર ક્લિક કરો.
  • “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની અલદ-અલગ બાગાયતી યોજના બતાવશે.
  • જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલ “અરજી કરો” તેના પર ક્લિક કરો.
  • તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.
  • ફરીથી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?”
  • તમારે રજીસ્ટ્રેશન કરેલ “હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” પસંદ કરવાનું રહેશે.

અરજી અપડેટ કેવી રિતે કરવી

અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, કોઈ સુધારા કે વધારો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

  • લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ, એક અરજી નંબર આવશે.
  • જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ Menu નો ઉપયોગ કરી શકે છે.

અરજી કન્‍ફર્મ કરવા કેવી રિતે કરવી

અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, જયાં સુધી અરજી કન્‍ફર્મ ન કરે ત્યાં સુધી માન્ય ગણાતી નથી. જેથી લાભાર્થીઓ તમામ વિગતો ભર્યા બાદ, સાચી વિગતો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

  • લાભાર્થીઓ દ્વારા “અરજી કન્‍ફર્મ કરવા ક્લિક કરો. તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં અરજી ક્રમાંક, જમીનનો ખાતા નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી કન્‍ફર્મ કરી શકે છે.
  • અરજદારોઓએ એ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે, એકવાર અરજી કન્‍ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં. જેની નોંધ લેવાની રહેશે.

અરજી પ્રિંટ કરવા કેવી રિતે કરવી

ઓનલાઈન અરજી કર્યા પછી, તે અરજીને કન્‍ફર્મ કરવાની હોય છે. ત્યારબાદ પ્રિંટ કાઢવા માટે આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

  • અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી પ્રિન્‍ટ મેળવી શકે છે.
  • પ્રિન્‍ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી કે, તેના પર સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી/સિક્કા કરવાના રહેશે.

અરજી પ્રિંટની સહી કરેલ નકલ અપલોડ કરવા માટે

મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ, તેમાં સક્ષમ કે સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. લાભાર્થીઓ દ્વારા આ સહી અને સિક્કા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.
  • ત્યારબાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્‍ટ અપલોડ કરી શકે છે.

ઓનલાઇન અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું?

આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતો દ્વારા Online Application કર્યા બાદ અરજીનું સ્ટેટસ જાતે જોઈ શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલા ઈ- ખેડૂત પોર્ટલ પર જાઓ.
  • Home Page પર “અરજીનું સ્ટેટ્સ તપાસવા / રી પ્રિન્ટ કરવા માટે” નામના મેનુ પર ક્લિક કરી.
  • હવે તેમાં તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટ્સ જોવા માંગો છો? તે પસંદ કરો.
  • છેલ્લે, તમને અરજીનું સ્ટેટસ જોવા મળશે.

મહત્વની લિંક

Ikhedut Portal Website
Ikhedut Portal Application Status
Ikhedut Portal Application Print

ટોલ–ફ્રી હેલ્પલાઇન

1800-180-1551 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર કૉલ કરો.

Leave a Comment