IKhedut Mobile Yojana 2025 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે નવી સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવશે. ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025 અંતર્ગત 6,000 રૂપિયા સુધીની સહાય અથવા મોબાઈલના કુલ મૂલ્યના 40% જેટલી સબસિડી મળશે.
આજના ડિજીટલ યુગમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી મહત્વની બની રહી છે. ગુજરાતના ખેડૂતો મોબાઈલ દ્વારા હવામાન, કૃષિ માહિતી અને સહાય યોજના વિશે સરળતાથી માહિતી મેળવી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકાઈ છે.
IKhedut Mobile Yojana 2025 | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025
યોજનાનું નામ | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025 |
---|---|
લાભાર્થી | ગુજરાતના ખેડૂત મિત્રો |
ઉદ્દેશ્ય | ખેડૂતોને ડિજીટલ બનાવવા અને ટેક્નોલોજી સાથે જોડવા |
સહાય રકમ | 6,000 રૂપિયા અથવા 40% સબસિડી (જે ઓછું હોય) |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | iKhedut Portal Gujarat |
ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે પાત્રતા
- ગુજરાત રાજ્યના ખેડૂત હોવા જરૂરી છે.
- ખેડૂત પાસે પોતાની માલિકીની જમીન હોવી જોઈએ.
- એક જ જમીન માટે માત્ર એક ખેડૂતને જ સહાય મળશે.
- ખેડૂતોએ ખરીદેલ મોબાઈલનું GST બિલ અને IMEI નંબર રજૂ કરવો પડશે.
આવશ્યક દસ્તાવેજો
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ
- ખેડૂતની જમીનના દસ્તાવેજ (7/12, 8A નકલ)
- રદ કરેલ ચેક (Cancelled Cheque)
- Smartphoneનું ખરીદેલ બીલ (GST સાથે)
- મોબાઈલનું IMEI નંબર

IKhedut Mobile Yojana 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- iKhedut Portal પર જાઓ.
- “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
- “ખેતીવાડી યોજનાઓ” પર જાઓ.
- “સ્માર્ટફોન ખરીદી પર સહાય” યોજના પસંદ કરો.
- “અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા ડોક્યુમેન્ટ્સ સાથે ફોર્મ ભરો.
- અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢો.
IKhedut Mobile Yojana 2025 ફાયદા
- ખેડૂતો સ્માર્ટફોન દ્વારા કૃષિ સંબંધિત માહિતી મેળવી શકશે.
- હવામાન આગાહી, પાક સંબંધી માહિતી અને સબસિડીની જાણકારી મળી શકશે.
- ડિજીટલ પેમેન્ટ અને સરકારની યોજનાઓનો સરળ લાભ મળશે.
- સ્માર્ટફોન દ્વારા કૃષિ કન્સલટન્ટ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકાશે.
FAQ IKhedut Mobile Yojana 2025
પ્રશ્ન: ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળશે?
જવાબ: ખેડૂતને 6,000 રૂપિયા અથવા 40% સબસિડી (જે ઓછું હોય) સહાય મળશે.
પ્રશ્ન: ખેડૂત મોબાઈલ સહાય યોજના અરજી માટે કઈ વેબસાઈટ પર જવું પડશે?
જવાબ: iKhedut Portal પર ઓનલાઈન અરજી કરી શકાય.
પ્રશ્ન: ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે શું દસ્તાવેજો જરૂરી છે?
જવાબ: આધાર કાર્ડ, બેંક પાસબુક, 8A નકલ, રદ કરેલ ચેક, IMEI નંબર અને GST બિલ.
પ્રશ્ન: ખેડૂત મોબાઈલ સહાય યોજના શું સહાય અન્ય મોબાઈલ એસેસરીઝ માટે મળશે?
જવાબ: ના, સહાય માત્ર Smartphone માટે મળશે, અન્ય એસેસરીઝ માટે નહીં.
Hwhejejeu in
Eyuehebdhebdim uejbeheiiei
May help you 9998709129
date of yojna
Ha
Smartphone yojna