ikhedu portal 2024: મિત્રો અત્યારે ખેતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે અને ખેડૂતો પણ આગળ વધી રહ્યા છે તે ખેતીમાં અવારનવાર આધુનિકતા લાવતા હોય છે તેમની ખેતીઓમાં બાગાયત ખેતી કે જે ખેતી ની અંદર ખેડૂતોને પણ સારા પ્રમાણમાં આવક મળી રહેતી હોય છે અને તે એક બહુ જ ટેકનોલોજી થી ભરપૂર અને સારી એવી ખેતી છે આપણે અગાઉ પપૈયાના ખેતી વિશે અને તેની યોજના વિશે ચર્ચા કરેલી છે અને તેના વિશે આપણે આર્ટિકલ પણ લખેલું છે તો આજે તે જ રીતે બગાડની ખેતીમાં આપણે નાળિયેરીની ખેતી કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે સહાય વિશેની ચર્ચા અને તેની જાણકારી મેળવીશું.
ikhedu portal 2024
ikhedu portal નાળિયેરી ખેતી સહાય યોજના એ ખેડૂતોને નાળીયેરી પાકોની ખેતીને વિસ્તૃત કરવા અને સુધારવા માટે પ્રોત્સાહન આપવા માટે રચાયેલી એક યોજના છે. આ યોજના હેઠળ, ખેડૂતોને નાળીયેરી પાકોના ઉછેરમાં વધુ સહાય અને માર્ગદર્શન મળતું હોવાથી તેઓ વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે, ખેડૂતોને તેમના સ્થાનિક કૃષિ વિભાગ અથવા ફેલ્ડ સેટિંગ ઓફિસમાં સંપર્ક કરવો જોઈએ.
યોજનાનું નામ | નાળિયેરી ખેતી સહાય યોજના (ikhedu portal) |
વિભાગનું નામ | બાગાયત વિભાગ |
યોજનાનો હેતુ | નાળિયેરી ખેતી થકી સ્વરોજગારી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/10/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
નાળિયેરી ખેતી સહાય યોજના
ikhedu portal નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના એ એક આવશ્યક યોજનાત્મક ઉપક્રમ છે, જેની અંદર ખેડૂતોને નાળિયેરીની ખેતી કરવા માટે સહાય આપવામાં આવી રહી છે આ યોજનાનું નામ છે નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય જે યોજનાએ એક ખાતાની અંદર ચાર હેક્ટરની મર્યાદામાં લાભ આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એ છે કે ખેડૂતો બાગાયત ખેતીની તરફ વળે અને જે કોઈપણ ખેડૂત મિત્રો બગાત ખેતી કરે છે તેમને પણ આ યોજના થકી પ્રોત્સાહન પૂરું પાડવાનું સરકાર દ્વારા એક હેતુ છે.
નાળિયેરી ખેતી સહાય યોજનાનો લાભ કયા ખેડુતો લઈ શકે છે?
- આ સહાય મેળવવા માટે ખેડૂતને નાળિયેરીનું વાવેતર કરવું પડશે
- આ યોજના માટે ફક્ત ગુજરાતના ખેડૂતો પાત્ર છે
- પ્લાન્ટિંગ મટીરીયલ અને ઇનપુટ ખર્ચ માટે સહાય આપવામાં આવે છે
નાળિયેરી ખેતી સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
- આ યોજનાની અંદર ખેડૂતોને 37,500 ની સહાય આપવામાં આવે છે.
- આ યોજના ની અંદર યુનિટ કોસ્ટ રૂપિયા 50,000 હેક્ટરે રહેશે અને યોજનામાં ખર્ચના 5 ટકા મુજબ મહત્તમ 37,500 એક્ટરે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
- આ યોજના માં લાભાર્થી ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદા ની અંદર વિજ્ઞાનનો લાભ આપવામાં આવે છે.
- આ યોજનાની અંદર તમને બે આપતા માં સહાય મળવા પાત્ર રહેશે પહેલા 75 ટકા અને પછી 25% આ મળી અને કુલ 100% તમને જે રકમ છે તે ની સહાય આપવામાં આવશે.
નાળિયેરનું ઉત્પાદન અને મૂલ્યવૃદ્ધિ
ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. ખરેખર તો આ કલ્પવૃક્ષ સમાન ફળ મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ બને છે. અને એટલે જ તે માત્ર શક્તિવર્ધક પીણું કે શુભ પ્રસંગોમાં પ્રસાદ નથી બની રહ્યું. તેની સતત મૂલ્ય-વૃદ્ધિ થઈ રહી છે.

નાળિયેરી ખેતી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
નાળિયેરી વાવેતર વિસ્તારની આ યોજનાની અંદર અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
નાળિયેરી ખેતી સહાય યોજના માટે મહત્વની તરીખ
ઓનલાઈન અરજીની શરુ તારીખ | 01/10/2024 |
ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ | 15/10/2024 |
Khetiwadi yojana 2024 List: ખેતીવાડી યોજનાઓ Ikhedut Portal Gujarat મારફતે ખેડૂતો માટે સહાય
નાળિયેરી ખેતી સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
નાળિયેરી ખેતી સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ ikhedu portal પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી નાળિયેરી ખેતી સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.

- ikhedu portal તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.

- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 8 પર નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- ikhedu portal નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.

- ikhedu portal હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
- બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
- છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
મહત્વપૂર્ણ લિંક :
ઓફિશીયલ વેબસાઈટ | અહી ક્લિક કરો. |
હોમપેજ | અહી ક્લિક કરો. |