I khedut Portal Gujarat: લાલ ડુંગળી અને બટાટા માટે સહાય યોજના ખેડૂત માટે આર્થિક સમર્થન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સશક્તિકરણ માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. ખાસ કરીને બટાટા અને લાલ ડુંગળીના ઉત્પાદકોને બજારમાં યોગ્ય ભાવ મળી રહે તેમજ નિકાસમાં પ્રોત્સાહન મળે, તે માટે સહાય યોજના અમલમાં મુકાઈ છે.
I khedut Portal Gujarat યોજનાઓનું વર્ણન
લાલ ડુંગળી વેચાણ સહાય
લાલ ડુંગળીના ઉત્પાદકોને એ.પી.એમ.સી.માં વેચાણ માટે કિલોગ્રામ દીઠ રૂ. 2ની સહાય.
મહત્તમ 500 કટ્ટા (250 ક્વિન્ટલ) માટે સહાય મળશે.
સમયગાળો: 14/02/2023 થી 06/03/2023.
અરજીઓ સંબંધિત જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં સબમિટ કરવી.
લાલ ડુંગળી નિકાસ માટે વાહતુક સહાય
અન્ય રાજ્ય/દેશ બહાર નિકાસ માટે ટ્રાન્સપોર્ટ સહાય.
રોડ ટ્રાન્સપોર્ટ માટે રૂ. 750 પ્રતિ મેટ્રિક ટન, રેલ્વે દ્વારા નિકાસ માટે રૂ. 1150 પ્રતિ મેટ્રિક ટન અને આંતરરાષ્ટ્રીય નિકાસ માટે કુલ ખર્ચના 25% કે રૂ. 10 લાખ સુધી સહાય.
સમયગાળો: 06/03/2023 થી 30/04/2023.
બટાટા વેચાણ સહાય
બટાટા વેચાણ માટે કિલોગ્રામ દીઠ રૂ. 1ની સહાય.
મહત્તમ 600 કટ્ટા (300 ક્વિન્ટલ) માટે સહાય ઉપલબ્ધ.
સમયગાળો: 01/02/2023 થી 31/03/2023.
બટાટા નિકાસ માટે વાહતુક સહાય
ટ્રાન્સપોર્ટ ખર્ચ માટે રૂપિયા 750 થી 1150 પ્રતિ મેટ્રિક ટન.
આંતરરાષ્ટ્રીય નિકાસ માટે કુલ ખર્ચના 25% કે રૂ. 10 લાખ સુધી સહાય.
બટાટા કોલ્ડ સ્ટોરેજ માટે સહાય
ખેડુતો માટે બટાટા કોલ્ડ સ્ટોરેજમાં રાખવા પ્રતિ કટ્ટા રૂ. 50 સુધી સહાય.
મહત્તમ 600 કટ્ટા માટે લાભ.
સમયગાળો: 01/02/2023 થી 31/03/2023
મહત્વની લિંક
હોમ પેજ : અહિ ક્લિક કરો
I khedut Portal Gujarat: અહિ ક્લિક કરો
કઈ રીતે અરજી કરવી?
અરજી દાખલ કરવા માટે સંબંધિત જિલ્લાના રજીસ્ટ્રાર અથવા નાયબ બાગાયત નિયામકની કચેરીમાં અરજી સબમિટ કરવી જરૂરી છે.
આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાયથી બજારમાં સારી કિંમત મેળવવામાં તેમજ પાક સંગ્રહ અને નિકાસમાં મદદ મળશે. આ યોજના ખેડૂતોના સમૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
Makvana anil kumar k.