Bagayati Yojana 2024: બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો કરી દે અહીંયા અરજી, મળશે વિવિધ પ્રકારની સહાય

Bagayati Yojana 2024: ગુજરાતમાં આંબા જામફળ લીંબુ આમળા ચીકુ ખારેક નાળિયેરી સરગવા જેવા બાગાયતી પાકોની ખેતી કરવા અને કરવા માંગતા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે ગ્રો મોર ફ્રુટ ક્રોપ કેમ પેન અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને લાભ આપવા માટે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં અરજી કર્યા બાદ ખેડૂતો જે તે પાક પ્રમાણે સહાયતા મેળવી શકે છે.

Bagayati Yojana 2024

સૌપ્રથમ બાગાયત ખેતીની કઈ કામગીરી પર આ યોજના દ્વારા સહાય મળે છે તે વિશેની માહિતી મેળવીએ, આ યોજના બાગાયતી પાકોના ક્લસ્ટર માટે છે એટલે કે બાગાયતી ખેતી દ્વારા ઉત્પાદન થયેલ ખેત ઉત્પાદનના સમૂહ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, આ યોજના દ્વારા બાગાયતી પાકોની કાપણી બાદ તે પાકને સાચવવો, તે પાકનું પેકેજીંગ કરવું, તે પાકને ગ્રેડ કરવો તેમજ આ પાકને પ્રોસેસ કરવાની પ્રક્રિયા માટે ગુજરાત સરકાર આ યોજના દ્વારા સહાય આપે છે. ટૂંકમાં કહું તો.. બાગાયતી પાકની કાપણી બાદ તેને સારી સ્થિતિમાં બજાર સુધી પહોંચાડવા માટે વચ્ચેની પ્રક્રિયા માટે આ યોજના દ્વારા સહાય મળે છે.

Bagayati Yojana 2024 બાગાયતી ખેતીમાં ખેડૂતો વધુ આવક અપનાવતા થયા છે

રાજ્યમાં દિવસેને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે ખેડૂતો વધુ આવક મેળવવા બાગાયતી ખેતી અપનાવતા થયા છે બાગાયતી ખેતીમાં શાકભાજી પાકોનું એક આગવું મહત્વ રહેલું છે સાથે સાથે મનુષ્યના દૈનિક આહારમાં પણ શાકભાજીનું સ્થાન છે રાજ્યમાં ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવા ના ઉપયોગથી જમીન પર્યાવરણ તેમજ પાકોની ગુણવત્તા બગડી છે તેમજ ઉત્પાદન પર પણ માર્કો અસરો પહોંચવા લાગી છે

બાગાયતી પાકની ખેતીમાં જંતુનાશક દવાનું ઉપયોગ નથી થતો

  • ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધતાં મનુષ્યમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું છે
  • અને રોગપ્રતિકારકતા ઘટી છે જેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પેદા થઈ છે
  • જેથી જમીને ફરી ફળદ્રુપ બનાવવા પર્યાવરણનું સંતુલન જાળવવું જોઈએ
  • ખેતી ખર્ચ ઘટાડવા જોઈએ
  • તંદુરસ્ત પાક ઉત્પાદન મેળવવા તેમજ નાગરિકો દ્વારા પણ રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ
  • કર્યા વિના ઉત્પાદિત કરેલ શાકભાજીની માંગ પૂરી પાડવા ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતી કરતા થઈ ગયા છે

Bagayati Yojana 2024 બાગાયતી પાકની ખેતીમાં આ તારીખ સુધી કરી શકાશે અરજી

ઓનલાઈન અરજીની શરુ તારીખ01/10/2024
ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ15/10/2024

Bagayati Yojana 2024 Gujarat How to Online Apply for Ikhedut Portal Gujarat Registration | કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?

  • સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  • તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  • ikhedu portal તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 8 પર નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
  • નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  • હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  • Bagayati Yojana 2024 નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  • Bagayati Yojana 2024 હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
  • બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  • છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  • તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  • છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશીયલ વેબસાઈટઅહી ક્લિક કરો.
હોમપેજઅહી ક્લિક કરો.

Leave a Comment